Digital Hira Book વિશે

Digital Hira Book એ હીરા કારીગરો માટે બનાવવામાં આવેલી એક સરળ અને આધુનિક ડિજિટલ હિસાબ સિસ્ટમ છે. ઘણા કારીગરો હજુ પણ કાગળ પર હિસાબ રાખે છે, જેના કારણે હિસાબ ગુમ થઈ જવો, ભૂલ થવી અથવા જૂના ડેટા શોધવામાં મુશ્કેલી થવી સામાન્ય બાબત છે.

આ સિસ્ટમનો મુખ્ય હેતુ એ છે કે હીરા કારીગરો સરળતાથી તેમના દૈનિક કામનો હિસાબ રાખી શકે અને કોઈપણ સમયે તેમના તમામ હિસાબો સુરક્ષિત રીતે જોઈ શકે.

✔ દૈનિક કામની એન્ટ્રી સરળ રીતે કરો
✔ ઉપાડ (Advance) નો હિસાબ રાખો
✔ જૂનો ડેટા કોઈપણ સમયે જુઓ
✔ મોબાઇલમાં સરળ ઉપયોગ
✔ સુરક્ષિત ડિજિટલ હિસાબ

Digital Hira Book નો હેતુ છે કે દરેક હીરા કારીગરને ડિજિટલ દુનિયામાં સરળતાથી જોડવામાં મદદ કરવી અને હિસાબને વધુ પારદર્શક અને સરળ બનાવવો.